શાળાનો ઉદૃેશ બાળકોને ફક્ત અરીસો બતાવવાનું નહીં પરંતુ તેની અંદર સમાયેલી અપાર શકિતને ઓળખી તેને યોગ્ય દિશા આપવી એજ છે. બાળક શું છે? એ કહેવું સરળ છે પરંતુ બાળક શું બની શકે છે તે દિશામાં કામ કરવાથી શક્યતાઓને સાકાર કરી શકાય છે. અને આથી જ એવા લક્ષ સુધી પહોંચવા માટે આપણી શાળામાં નિરંતર શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
લાઈફ સ્કિલ હોય, સ્પોકન ઈંગ્લિશ હોય, પ્રેરણાગુરૂ નિિત કરવાના હોય કે વિવિધ તાલીમ શિબિરોનું આયોજન થતું હોય, પ્રવાસ ગોઠવાતા હોય તથા વિવિધ વિષયોના પારંગત નિષ્ણાંતોને શાળામાં આમંત્રિત કરવાના હોય, ઉત્સવોની ઉજવણી થતી હોય, વિવિધ આંતર શાળાકીય કે શાળાકીય સ્પર્ધામાં સહભાગી થવાનું હોય કે પછી વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિ હોય આ સર્વ આયોજન પાછળનો એકમાત્ર ઉદૃેશ બાળકની ભીતરમાં છુપાયેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરી તેને ઉડવા માટે આકાશ પુરૂ પાડવાનો રહ્યો છે.
સામાન્ય રીતે આજના આધુનિક અને ઝડપી યુગમાં આપણે ઉતાવળું પગલું ભરી લઈએ છીએ જે બાળકની કારકીર્દિ માટે એક ગંભીર બાબત કહેવાય પરંતુ જયારે આપણા બાળરત્ન એવા “બાળક” નાં ભવિષ્યની વાત આવે ત્યારે આપણે ચોક્કસપણે શાંતિથી યોગ્ય નિર્ણય લેવો જ રહયો.